ગ્રૂપનાં પ્રાઇવસી સેટિંગ કેવી રીતે બદલવાં
WhatsAppએ હંમેશાં તમારો ફોન નંબર ધરાવતી કોઈ પણ વ્યક્તિને તમને મેસેજ મોકલવાની અથવા તમને ગ્રૂપમાં ઉમેરવાની મંજૂરી આપી છે. ઠીક એવી જ રીતે, જેમ કે કોઈની પાસે તમારી સંપર્ક માહિતી હોય અને તે તમને SMS અથવા ઇમેઇલ મોકલી શકે છે.
મૂળ રીતે, તમારા ગ્રૂપના પ્રાઇવસી સેટિંગને બધા પર સેટ કરેલા હોય છે. જેથી કરીને તમે મિત્રો અને કુટુંબીજનોની સાથે સહેલાઈથી કનેક્ટ કરી શકો, પછી ભલેને તે તમારા સંપર્કોના લિસ્ટમાં ન હોય.
વધારાની પ્રાઇવસી માટે, તમે WhatsApp સેટિંગમાં જઈને તમને ગ્રૂપમાં કોણ ઉમેરી શકે તે સેટ કરી શકો છો.
નોંધ: ગ્રૂપ પ્રાઇવસી સેટિંગમાં ફેરફાર WhatsApp વેબ અથવા ડેસ્કટોપ પર કરી શકાતા નથી, પરંતુ તમારા ફોન પરથી એ સેટિંગ WhatsApp વેબ અને ડેસ્કટોપ પર સિંક થશે.
ગ્રૂપનાં પ્રાઇવસી સેટિંગમાં ફેરફાર કરવા માટે
- WhatsApp સેટિંગ પર જાઓ:
- Android: વધુ વિકલ્પો> સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > ગ્રૂપ પર દબાવો.
- iPhone: સેટિંગ > પ્રાઇવસી > ગ્રૂપ પર દબાવો.
- KaiOS: વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > ગ્રૂપ પર દબાવો.
- Android: વધુ વિકલ્પો
- નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો:
- બધા: દરેક વ્યક્તિ, તમારી એડ્રેસ બુકના સંપર્કોમાં ન હોય તે લોકો પણ તમારી મંજૂરી વગર તમને ગ્રૂપમાં ઉમેરી શકે.
- મારા સંપર્કો: તમારા ફોનની એડ્રેસ બુકમાં હોય માત્ર તે જ સંપર્કો તમને ગ્રૂપમાં તમારી મંજૂરી વગર ઉમેરી શકે. તમારા ફોનની એડ્રેસ બુકમાં ન હોય તેવા કોઈ ગ્રૂપ એડમિન જો તમને ગ્રૂપમાં ઉમેરવાનો પ્રયત્ન કરે, તો તેમને મેસેજ મળશે કે તેઓ તમને ગ્રૂપમાં ઉમેરી નહિ શકે અને તેમને ગ્રૂપમાં જોડાવાનું આમંત્રણ મોકલો કે ચાલુ રાખો પર દબાવવા માટે અને ત્યારબાદ વ્યક્તિગત ચેટ દ્વારા ગ્રૂપમાં જોડાવાનું અંગત આમંત્રણ મોકલવા માટે 'મોકલો' બટન પર દબાવવા માટે પૂછવામાં આવશે. તમારી પાસે આમંત્રણ સ્વીકારવા માટે ત્રણ દિવસનો સમય હશે, ત્યારબાદ આમંત્રણની લિંક કામ નહિ કરે.
- આ સિવાયના મારા સંપર્કો...: તમે જેમને બાકાત રાખ્યા હોય તે સિવાયના તમારા ફોનની એડ્રેસ બુકના સંપર્કો જ તમને ગ્રૂપમાં તમારી મંજૂરી વગર ઉમેરી શકે. આ સિવાયના મારા સંપર્કો… પસંદ કર્યા પછી, સામેલ કરવા માટેના સંપર્કો શોધી શકો કે તેને પસંદ કરી શકો છો. તમે બાકાત રાખેલા કોઈ ગ્રૂપ એડમિન જો તમને ગ્રૂપમાં ઉમેરવાનો પ્રયત્ન કરે, તો તેમને મેસેજ મળશે કે તેઓ તમને ગ્રૂપમાં ઉમેરી નહિ શકે અને તેમને ગ્રૂપમાં જોડાવાનું આમંત્રણ મોકલો પર દબાવવા માટે અને ત્યારબાદ વ્યક્તિગત ચેટ દ્વારા ગ્રૂપમાં જોડાવાનું અંગત આમંત્રણ મોકલવા માટે 'મોકલો' બટન પર દબાવવા માટે પૂછવામાં આવશે. તમારી પાસે આમંત્રણ સ્વીકારવા માટે ત્રણ દિવસનો સમય હશે, ત્યારબાદ આમંત્રણની લિંક કામ નહિ કરે.
- જો પૂછવામાં આવે, તો થઈ ગયું અથવા ઓકે પર દબાવો.
સંબંધિત લેખો: