બિઝનેસનો WhatsApp QR કોડ કેવી રીતે સ્કેન કરવો

Android
iPhone
તમે કોઈ બિઝનેસનો WhatsApp QR કોડ સ્કેન કરીને સરળતાથી તેમની સાથે WhatsApp પર કનેક્ટ થઈ શકો છો. WhatsApp કેમેરા ફક્ત સત્તાવાર WhatsApp QR કોડ જ સ્કેન કરી શકે છે.
બિઝનેસનો QR કોડ કેવી રીતે સ્કેન કરવો
રૂબરૂમાં સ્કેન કરવા માટે
 1. WhatsApp > સેટિંગ ખોલો.
 2. તમારા નામની બાજુમાં દેખાતી QRની નિશાની પર દબાવો.
 3. સ્કેન કરો > ઓકે પર દબાવો.
 4. સ્કેન કરવા માટે QR કોડની સામે તમારું ડિવાઇસ રાખો.
 5. ચેટ પર જાઓ દબાવો.
તમે WhatsApp કેમેરાથી પણ સ્કેન કરી શકો છો:
 1. WhatsApp ખોલો > કેમેરા પર દબાવો.
 2. સ્કેન કરવા માટે QR કોડની સામે તમારું ડિવાઇસ રાખો.
iPhone 6s અને એનાથી નવા વર્ઝન પર તમારી હોમ સ્ક્રીન પર ક્વિક એક્શન મેનૂ જોવા માટે WhatsAppની નિશાની પર થોડી વાર દબાવી રાખી શકો છો. પછી, કેમેરા પર દબાવો અને WhatsApp કેમેરા ખોલો.
ફોટામાંથી સ્કેન કરો
 1. WhatsApp > સેટિંગ ખોલો.
 2. તમારા નામની બાજુમાં દેખાતી QRની નિશાની પર દબાવો.
 3. સ્કેન કરો પર દબાવો, પછી સ્ક્રીનની નીચે આવેલી ફોટાની નિશાની પર દબાવો.
 4. સ્કેન કરવા માટે WhatsApp QR કોડનો ફોટો પસંદ કરો.
WhatsApp કેમેરામાંથી સ્કેન કરો
 1. WhatsApp ખોલો > કેમેરા પર દબાવો.
 2. સ્ક્રીનની નીચે ફોટોની નિશાની પર દબાવો.
 3. સ્કેન કરવા માટે WhatsApp QR કોડનો ફોટો પસંદ કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં