મીડિયા ફાઇલો ડાઉનલોડ કરી શકાતી નથી
Android
જો તમને ફોટા, વીડિયો કે વોઇસ મેસેજ ડાઉનલોડ કરવામાં કે મોકલવામાં સમસ્યા આવતી હોય, તો આટલું તપાસો:
- તમારા ફોનમાં સારી ગુણવત્તાવાળા સિગ્નલ સાથેનું એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન છે. ખાતરી કરવા માટે વેબપેજ લોડ કરી જુઓ.
- તમારા ફોનની તારીખ અને સમય સાચી રીતે સેટ કરવામાં આવ્યા છે. જો તમારી તારીખ ખોટી હોય, તો તમારો મીડિયા ડાઉનલોડ કરવા માટે તમે WhatsAppના સર્વર સાથે કનેક્ટ થઈ શકશો નહિ. તમારી તારીખ સાચી રીતે કેવી રીતે સેટ કરવી, તેના વિશે અહીં જાણો.
જો હજી સમસ્યા આવતી હોય, તો કદાચ તમારા SD કાર્ડમાં કોઈ સમસ્યા હોઈ શકે છે. ખાતરી કરવા માટે, તમારા SD કાર્ડમાં નીચેની વસ્તુઓ તપાસો:
- સ્ટોરેજ માટેની પૂરતી જગ્યા છે. SD કાર્ડમાં પૂરતી જગ્યા હોવા છતાં પણ જો તમે એના પર WhatsAppમાંથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરી શકતા ન હો, તો બની શકે કે તમારે તમારા SD કાર્ડમાંથી WhatsAppનો ડેટા ડિલીટ કરવો પડે.
- ફક્ત વાંચન મોડ બંધ છે.
જો ઉપરમાંથી કોઈ પણ ઉપાયથી તમારી સમસ્યાનો ઉકેલ ન આવે, તો તેનો એવો અર્થ થઈ શકે કે તમારું SD કાર્ડ ખરાબ થયું છે. આ કિસ્સામાં કદાચ તમારે તમારા SD કાર્ડને ફરીથી ફોર્મેટ કરવાની કે નવું SD કાર્ડ ખરીદવાની જરૂર પડી શકે છે.
નોંધ: તમારા SD કાર્ડને ફરીથી ફોર્મેટ કરવાથી તમારા SD કાર્ડનું બધું કન્ટેન્ટ ભૂંસાઈ જશે.
જો તમને ઉપરોક્ત તમામ પગલાં અજમાવ્યા પછી હજી પણ સમસ્યા આવતી હોય, તો નીચે મુજબ કરો:
- ખાતરી કરો કે તમે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરો છો અથવા જો જરૂર હોય, તો તેને અપડેટ કરો. WhatsApp કેવી રીતે અપડેટ કરવું, તે આ લેખમાં જાણો.
- જો તમારું WhatsAppનું વર્ઝન સાચું હોય, તો તમારા ડિવાઇસને ફરી ચાલુ કરો.
- જો તમારો ફોન રિસ્ટાર્ટ કરવાથી સમસ્યાનો ઉકેલ ન આવે, તો ખાતરી કરો કે તેમાં ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન છે અથવા જરૂર હોય, તો અપડેટને ઇન્સ્ટોલ કરો.