એકાઉન્ટને સુરક્ષિત રાખવાની ટિપ્સ
તમારા WhatsApp એકાઉન્ટને વધુ સારી રીતે સુરક્ષિત કરવા માટે, નીચેના પગલાં ભરો:
- બીજા કોઈની સાથે કદી પણ તમારો નોંધણી કોડ અથવા બે વાર ખાતરીનો પિન શેર કરશો નહિ.
- બે વારની ખાતરી ચાલુ કરો અને તમે કદાચ પિન ભૂલ જાઓ તે માટે એક ઇમેઇલ એડ્રેસ આપો.
- કોઈ પણ વ્યક્તિને તમારા વોઇસમેઇલમાં પ્રવેશ કરતા રોકવા માટે તમારા ફોન પર એવો વોઇસમેઇલ પાસવર્ડ સેટ કરો કે જેનું અનુમાન લગાવવું મુશ્કેલ હોય.
- તમારા લિંક કરેલાં ડિવાઇસને નિયમિત તપાસો. તમારા એકાઉન્ટ સાથે લિંક કરેલાં બધાં ડિવાઇસ જોવા માટે WhatsApp સેટિંગ > લિંક કરેલાં ડિવાઇસ પર જાઓ. લિંક કરેલાં ડિવાઇસને દૂર કરવા માટે, ડિવાઇસ > લોગ આઉટ કરો પર દબાવો.
- ડિવાઇસનો કોડ સેટ કરો અને એ જાણો કે તમારો ફોન કોણ વાપરી શકે છે. તમારો ફોન વાપરી શકતી વ્યક્તિ તમારી પરવાનગી વગર તમારું WhatsApp એકાઉન્ટ વાપરી શકે છે.
અમે આ સૂચના તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરવાની ભલામણ કરીએ છીએ, જેથી તેઓને તેમનાં WhatsApp એકાઉન્ટ સુરક્ષિત રાખવામાં મદદ મળે.
નોંધ: જો તમને બે વાર ખાતરીનો પિન કે રજિસ્ટ્રેશન કોડ રિસેટ કરવા માટે કોઈ ઇમેઇલ મળે, પણ તમે એની વિનંતી કરી ન હોય, તો લિંક પર ક્લિક કરશો નહિ. કોઈ WhatsApp પર તમારા ફોન નંબરથી પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કરતું હોઈ શકે.
લેખો
- જો તમને લાગે કે તમારું એકાઉન્ટ ચોરી લેવામાં આવ્યું છે, તો આ લેખમાં તેને પાછું મેળવતા શીખો.
- WhatsApp પર કેવી રીતે સુરક્ષિત રહેવું, તેના વિશે વધુ જાણો.