WhatsApp QR કોડ કેવી રીતે સ્કેન કરવો
Android
iPhone
તમે WhatsApp QR કોડ સ્કેન કરીને કોઈ મિત્ર કે કુટુંબના સભ્યની સંપર્ક માહિતી WhatsAppમાં ઉમેરી શકો છો.
WhatsApp QR કોડ સ્કેન કરવા વિશે
રૂબરૂમાં સ્કેન કરવા માટે
- વધુ વિકલ્પો> સેટિંગ પર દબાવો.
- તમારા નામની બાજુમાં દેખાતા QR કોડ પર દબાવો.
- કોડ સ્કેન કરો પર દબાવો.
- સ્કેન કરવા માટે QR કોડની સામે તમારું ડિવાઇસ રાખો.
- સંપર્કોમાં ઉમેરો પર દબાવો.
WhatsAppમાં તમારા કેમેરાથી સ્કેન કરવા માટે
- કેમેરાપર દબાવો.
- સ્કેન કરવા માટે QR કોડની સામે તમારું ડિવાઇસ રાખો.
- સંપર્કોમાં ઉમેરો પર દબાવો.
ગેલેરીમાંથી સ્કેન કરવા માટે
- વધુ વિકલ્પો> સેટિંગ પર દબાવો.
- તમારા નામની બાજુમાં દેખાતા QR કોડ પર દબાવો.
- કોડ સ્કેન કરો પર દબાવો.
- તમારી સ્ક્રીનના નીચેની બાજુ પર ગેલેરીના આઇકન પર દબાવો.
- તમારી ગેલેરીમાંથી QR કોડ પસંદ કરો અથવા તમારા ફોટામાંથી પસંદ કરવા માટે વધુ> ફોટા પર દબાવો.
- ઓકે પર દબાવો.
- સંપર્કોમાં ઉમેરો પર દબાવો.
નવી સંપર્ક સ્ક્રીનમાંથી સ્કેન કરવા માટે
- નવી ચેટપર દબાવો.
- નવા સંપર્કની બાજુમાં આવેલા QR કોડ પર દબાવો.
- કોડ સ્કેન કરો પર દબાવો.
- સંપર્કોમાં ઉમેરો પર દબાવો.
WhatsApp કેમેરા વડે ફોટામાંથી સ્કેન કરો
- કેમેરાપર દબાવો.
- સ્કેન કરવા માટે QR કોડ સાથેનો ફોટો પસંદ કરો.
- ઉમેરો પર દબાવો.
ચેટમાંથી જ સ્કેન કરવા માટે
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ પર જાઓ.
- કેમેરાના આઇકન પર દબાવો.
- સ્કેન કરવા માટે QR કોડ સાથેનો ફોટો પસંદ કરો.
- સંપર્કોમાં ઉમેરો પર દબાવો.
સંબંધિત લેખો:
- WhatsApp QR કોડ વિશે