એક જ WhatsApp એકાઉન્ટને એકથી વધારે ફોન પર કે નંબરથી વાપરવા વિશે
તમારા WhatsApp એકાઉન્ટની માત્ર એક રજિસ્ટર કરેલા ફોન નંબરથી જ ખાતરી કરી શકાય છે. જો તમારી પાસે બે સિમવાળો ફોન છે, તો ધ્યાન રાખો કે WhatsAppથી ખાતરી કરવા માટે તમારે હજી પણ એક જ નંબર પસંદ કરવો પડશે. બે અલગ ફોન નંબરથી ખાતરી કરેલું WhatsApp એકાઉન્ટ રાખવાનો કોઈ જ વિકલ્પ નથી.
જો તમે વારંવાર જુદાંજુદાં ડિવાઇસ પર તમારું WhatsApp એકાઉન્ટ બદલવાનો પ્રયત્ન કરો છો, તો એક સમય પછી બની શકે કે તમને તમારા એકાઉન્ટની ફરી ખાતરી કરવાથી પ્રતિબંધિત કરવામાં આવે. કૃપા કરીને વારંવાર જુદાંજુદાં ડિવાઇસ અને નંબર બદલશો નહિ.