ફોરવર્ડ કરવાની મર્યાદા વિશે
તમે એક સમયે વધુમાં વધુ પાંચ ચેટમાં મેસેજ કે ચેનલની અપડેટને ફોરવર્ડ કરી શકો છો. જો તમે તમને ફોરવર્ડ થયેલા કોઈ મેસેજ કે અપડેટને ફોરવર્ડ કરી રહ્યા હો, તો તેને માત્ર એક ગ્રૂપ ચેટ સાથે જ શેર કરી શકાય છે.
જો કોઈ મેસેજ કે અપડેટને સળંગ પાંચ કે વધુ વખત ફોરવર્ડ કરવામાં આવે ત્યારે:
- તેના પર આ લેબલ લગાવેલું હશે: "ઘણી વાર ફોરવર્ડ કરેલો મેસેજ."
- તે આઇકન બતાવે છે.
- તેના પર એક સમયે એક જ ચેટમાં ફોરવર્ડ કરવાની લિમિટ હોય છે.
આનાથી WhatsApp પર વાતચીતોને આત્મીય અને પર્સનલ રાખવામાં મદદ મળે છે. આનાથી અફવાઓ, વાયરલ મેસેજ અને ખોટા સમાચારોને અટકાવવામાં મદદ મળે છે.

ફોરવર્ડ કરવામાં આવતા મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે
હંમેશાંની જેમ, એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત ચેટમાં WhatsApp તમારા કોઈ પણ વ્યક્તિગત મેસેજનું કન્ટેન્ટ જોઈ શકતું નથી. ચેનલની અપડેટ સાર્વજનિક છે, પણ તમે જ્યારે તેને વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં ફોરવર્ડ કરવાનું પસંદ કરો છો ત્યારે આ ફોરવર્ડ કરેલી અપડેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વિશે આ લેખમાં વધુ જાણો.
સંબંધિત લેખો: