ટૂંકી લિંક કેવી રીતે બનાવવી

WhatsApp Business ઍપ તમને ગ્રાહકો સાથે ટૂંકી લિંક શેર કરવા દે છે, જેથી તેઓ તમારી સાથે સીધી ચેટ શરૂ કરી શકે.
જો કોઈ ગ્રાહક WhatsApp ઇન્સ્ટોલ કરેલું હોય તેવા ડિવાઇસ પર આ ટૂંકી લિંક ખોલે છે, તો આનાથી આપમેળે તમારા બન્ને વચ્ચેની ચેટ ખૂલે છે. જો તે વેબ બ્રાઉઝર પર આ ટૂંકી લિંક ખોલે છે, તો તેઓને તમારા બિઝનેસની માહિતીવાળા પેજ પર લઈ જવામાં આવશે. તેની સાથે જો તમે ડિફોલ્ટ મેસેજ સેટ કરેલો હશે, તો તમારા ગ્રાહકોને એ મેસેજ પણ દેખાશે. ત્યાંથી, તેઓ તમારી સાથેની ચેટ ખોલવા માટે ચેટ કરવાનું ચાલુ રાખો પર ક્લિક કરી શકે છે.
નોંધ: જો તમે તમારાં પ્રાઇવસી સેટિંગમાં બધાની સાથે તમારા પ્રોફાઇલ ફોટોને શેર કરવાનું પસંદ કર્યું હોય, તો તમારો પ્રોફાઇલ ફોટો વેબ પેજ પર પણ દેખાશે. તમારા પ્રાઇવસી સેટિંગ કેવી રીતે બદલવા તે આ લેખમાં જાણો.
ટૂંકી લિંક બનાવવી
જ્યારે તમે WhatsApp Business ઍપ પર એકાઉન્ટ બનાવો છો ત્યારે તમારા બિઝનેસ માટે એક ટૂંકી લિંક આપમેળે બને છે. આ ટૂંકી લિંકમાં પ્રવેશ મેળવવા માટે:
  1. WhatsApp Business ઍપ > વધુ વિકલ્પો
    > બિઝનેસ ટૂલ ખોલો.
  2. આપમેળે બનેલી લિંક જોવા માટે ટૂંકી લિંક પર દબાવો.
એક વાર તમે ટૂંકી લિંકમાં પ્રવેશ મેળવી લીધો એટલે:
  • પર દબાવીને તમે જો ટૂંકી લિંકને કોપિ કરવી હોય તો કરી શકો છો અને તેને તમારી વેબસાઇટ પર કોઈ બીજી જગ્યાએ કે બીજા Facebook પેજ પર પેસ્ટ કરી શકો છો.
  • પર દબાવીને જો તમે ઇચ્છો તો સીધેસીધા તમારા ગ્રાહકોને આ લિંક મોકલી શકો છો. આ લિંકમાં જે કોઈ પણ પ્રવેશ કરી શકે તે તમને મેસેજ કરી શકશે.
  • તમારા ગ્રાહકો ટૂંકી લિંક ખોલે ત્યારે મેસેજનો નમૂનો વાપરી શકે તે માટે તેને સેટ કરવા સ્લાઇડર પર દબાવો.
  • તમારો ડિફોલ્ટ મેસેજ બનાવવા અને એમાં ફેરફાર કરવા માટે
    પર દબાવો.
બિઝનેસ ટિપ: પહેલેથી બનાવેલો ડિફોલ્ટ મેસેજ ગ્રાહકોને સામાન્ય પ્રશ્નો કે પૂછપરછ સાથે તમારા બિઝનેસનો સંપર્ક કરવાનું સરળ બનાવે છે.
સંબંધિત લેખ
iPhone પર ટૂંકી લિંક વિશે
શું આ મદદરૂપ હતું?
હા
નહીં