ડેસ્કટોપ કૉલિંગ વિશે

જો તમારા કમ્પ્યૂટર પર ઍપ ઇન્સ્ટોલ કરેલી હોય તો તમે WhatsApp ડેસ્કટોપ પર તમારા સંપર્કોને ફ્રીમાં વોઇસ અને વીડિયો કૉલ કરી શકો છો.
નીચે આપેલી ઓપરેટિંગ સિસ્ટમ પર WhatsApp ડેસ્કટોપ કૉલિંગ સપોર્ટ કરે છે:
  • Windows 10 64-બિટ 1903 અને તે પછીના વર્ઝન
  • macOS 10.13 અને તે પછીના વર્ઝન
WhatsApp ડેસ્કટોપ પર કૉલ કરવા કે મેળવવા, તમારી પાસે:
  • વોઇસ અને વીડિયો કૉલ માટે એક ઓડિયો આઉટપુટ ડિવાઇસ અને માઇક્રોફોન હોવા જોઈએ.
  • વીડિયો કૉલ માટે કેમેરા હોવો જોઈએ.
  • WhatsAppને તમારા કમ્પ્યૂટરના માઇક્રોફોન અને કેમેરા વાપરવાની પરવાનગી આપવી પડશે. કૉલ કરવા માટે WhatsAppને તમારા કમ્પ્યૂટરના માઇક્રોફોન અને વીડિયો કૉલ માટે કેમેરા વાપરવાની જરૂર પડશે.
નોંધ: WhatsApp ડેસ્કટોપ પર અત્યારે ગ્રૂપ કૉલ સુવિધા સપોર્ટ કરતી નથી.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં