લેબલ કેવી રીતે વાપરવા

લેબલ તમને અને તમારા બિઝનેસને તમારી ચેટ અને મેસેજને ગોઠવવા અને ઝડપથી શોધવામાં મદદ કરી શકે છે. તમે જુદાજુદા રંગો અને નામ સાથેના લેબલ બનાવી શકો છો અને તેને તમે આખી ચેટ અથવા ચેટની અંદરના ખાસ મેસેજ પર ઉમેરી શકો છો.
લેબલ બનાવવા માટે
 1. WhatsApp Business ઍપ ખોલો > સેટિંગ પર દબાવો.
 2. બિઝનેસ ટૂલ > લેબલ > નવું લેબલ બનાવો પર દબાવો.
 3. લેબલનું નામ લખો > સેવ કરો પર દબાવો.
વૈકલ્પિક રીતે, ચેટ પર દબાવો અને તમારી સ્ક્રીન નીચેની બાજુ સરકાવો. પછી લેબલ > નવું લેબલ ઉમેરો પર દબાવો > લેબલનું નામ લખો > સેવ કરો પર દબાવો.
નોંધ: તમે વધુમાં વધુ 20 લેબલ બનાવી શકો છો.
ચેટ કે મેસેજમાં લેબલ લગાવવાની રીત
 • ચેટ માટે: ચેટને ડાબી બાજુ સરકાવો > વધુ > ચેટને લેબલ કરો પર દબાવો > તમે જે લેબલ લગાવવા માગતા હો તે પસંદ કરો.
 • મેસેજ માટે: મેસેજને દબાવી રાખો > લેબલ પર દબાવો > તમે જે લેબલ લગાવવા માગતા હો તે પસંદ કરો.
નોંધ: જો ચેટ પર એક કરતાં વધુ લેબલ લગાવવામાં આવે, તો લેબલ બાજુ બાજુમાં દેખાશે. જો મેસેજ પર એક કરતાં વધુ લેબલ લગાવવામાં આવે, તો લેબલ એક પછી એક મૂકાયેલા દેખાશે.
લેબલ કરેલું કન્ટેન્ટ શોધવા માટે
 1. ચેટ પર દબાવો > નીચે સરકાવો > લેબલ પર દબાવો.
 2. લેબલ પર દબાવો.
ચેટ સ્ક્રીન પરથી, તમે કોઈ ગ્રાહકના પ્રોફાઇલ ફોટા કે ગ્રૂપના ફોટા પર દબાવીને પણ ચેટ સાથે સંકળાયેલા બધાં લેબલ જોઈ શકો છો.
બિઝનેસ ટિપ: ચેટ માટે "નવા ગ્રાહક" અને "પરત ફરેલા ગ્રાહક" જેવા લેબલ બનાવવાથી તમને તમારા ગ્રાહકોના ખર્ચની આદતોનો ટ્રેક રાખવામાં મદદ મળે છે.
લેબલનું સંચાલન કરો
ચેટ પર દબાવો અને તમારી સ્ક્રીન નીચેની બાજુ સરકાવો. પછી, લેબલ પર દબાવો. તમે નીચે મુજબ ફેરફાર કરી શકો છો:
 • લેબલમાં ફેરફાર કરવા માટે: લેબલ > ફેરફાર કરો પર દબાવો.
 • લેબલનો રંગ બદલવા માટે: લેબલ > ફેરફાર કરો પર દબાવો > રંગ
  પર દબાવો > રંગ પસંદ કરો > સેવ કરો પર દબાવો.
 • લેબલ ડિલીટ કરવા માટે: લેબલ > ફેરફાર કરો > લેબલ ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં